View Hymn (Bhajan)
Hymn No. 4528 | Date: 02-May-20162016-05-022016-05-02મનમાં મન બની રહેનારા, હૃદયમાં હૃદય બની રહેનારાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=manamam-mana-bani-rahenara-hridayamam-hridaya-bani-rahenaraમનમાં મન બની રહેનારા, હૃદયમાં હૃદય બની રહેનારા
સૃષ્ટિના કણ કણમાં વ્યાપનારા, વિશ્વના અણુ અણુમાં રહેનારા
એવી કોઈ વ્યથા નથી, એવી કોઈ કથા નથી, જેની તને જાણ નથી
જાણીને સઘળું મૌન ધારણ કરનારા, પાઈ પ્રેમ વહેતાને મિટાવનારા
કાળમાં કાળ બની રહેનારા, કાળથી પણ પર રહેનારા
વિશ્વ આખાને સાચવનારા, વિશ્વમાં સતત રચના કરનારા
ગર્ભના ગર્ભમાં પણ નિત્ય વાસ કરનારા, એવું કાંઈ નથી જેની તને જાણ નથી
મંગળ સહુનું કરનારા, કલ્યાણ સહુનું કરનારા, તારાથી કાંઈ છૂપું નથી
અદ્દભુત લીલાના રચનારા, માયાના બાંધ તોડનારા, તારાથી કાંઈ છૂપું નથી
વિશ્વમાં વિશ્વ બની રહેનારા, હર શ્વાસમાં વહેનારા, એવું કાંઈ નથી જેની તને જાણ નથી
મનમાં મન બની રહેનારા, હૃદયમાં હૃદય બની રહેનારા