View Hymn (Bhajan)
Hymn No. 4529 | Date: 02-May-20162016-05-022016-05-02આવો પધારો હે શિવશક્તિ, મમ હૃદય કરો વાસ રેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=avo-padharo-he-shivashakti-mama-hridaya-karo-vasa-reઆવો પધારો હે શિવશક્તિ, મમ હૃદય કરો વાસ રે
હે શિવશક્તિ, કરીએ આહવાન તમારું, પધારો પ્રભુ તમે આજ રે
પધારો રે હૃદયમાં રે મારા, તમારા દિવ્યતાના પાથરો પ્રકાશ રે, આવો ...
ક્ષણ-બે ક્ષણની મુલાકાત તમારી હૃદયમાં, હવે તો ના સહેવાય રે
પ્રભુ પ્રગટો, પ્રભુ પ્રગટો, તમે તો આજ રે ...
હૃદયમાં કરી સતત તમે રે વાસ, કરો ઉજાગર વાલા અમને રે આજ રે
નથી કાંઈ જાણવું હવે, ના કોઈ ફરિયાદ છે, તમારી દૂરી સહન હવે ના થાય રે
કરી અંતરનાં અંધારાં દૂર, પાથરો રે તમારા પ્રકાશ રે, આવો ...
હે દિવ્ય ગુરુ, હે પરમ પ્રિયતમ, સૂણીને અમારો પોકાર રે, પધારો વાલા પ્રેમે આજ રે
તોડીને રે સઘળા બાંધ, કરી સમ તમે તમારામાં આજ રે ...
વાલા ઉર ધરો આ વિનંતી રે આજ રે, મમ હદય કરો નિવાસ રે, આવો
આવો પધારો હે શિવશક્તિ, મમ હૃદય કરો વાસ રે