View Hymn (Bhajan)
Hymn No. 4468 | Date: 11-Mar-20152015-03-112015-03-11મનના ઉપાડા ને ભાવોના ઉછાળા, અમે તો એમાં રે લૂંટાયાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=manana-upada-ne-bhavona-uchhala-ame-to-emam-re-luntayaમનના ઉપાડા ને ભાવોના ઉછાળા, અમે તો એમાં રે લૂંટાયા
પ્રભુ વહેતા તારા માટેના ભાવો હૈયામાંથી રે, એમાં રે સુકાયા
કહીએ આ વાત તો કોને, હાથનાં કર્યાં જ્યાં હૈયે રે વાગ્યાં
શાંતિ ને સમતાનાં ઝરણાં તો અંતરમાંથી સુકાયાં, મનના ઉપાડા ...
અંતર તો એમાં અમે કંઈકનાં રે દુભાવ્યાં ને દુખાવ્યાં
કંઈક હસતી આંખોને અમે એમાં રે રડાવ્યા, મનના ઉપાડાને ...
ના સમજ્યા સાચી સમજને રે, જ્યાં જીવનમાં ખુદના હાથે છેતરાયા
ભૂલીને દર્દ હરવાનું, દર્દમાં ખુદને ને અન્યને અમે ડુબાડ્યા
કંઈક નાચ નાચ્યા રે એવા રે, અમે જેમણે ખુદને થકાવ્યા
ના મળ્યું કાંઈ એમાં જીવનના ધ્યેયને, અમને ભુલાવ્યા, મનના ઉપાડા ...
મનના ઉપાડા ને ભાવોના ઉછાળા, અમે તો એમાં રે લૂંટાયા