View Hymn (Bhajan)
Hymn No. 4467 | Date: 11-Mar-20152015-03-112015-03-11પ્રભુ તારી સમજ મુજમાં જગાડ, પ્રભુ તારી સમજ મુજમાં જગાડSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tari-samaja-mujamam-jagada-prabhu-tari-samaja-mujamam-jagadaપ્રભુ તારી સમજ મુજમાં જગાડ, પ્રભુ તારી સમજ મુજમાં જગાડ
તારા વિચારોના ધોધ મુજમાં તું વહાવ, તારી સમજ મુજમાં જગાડ
તારા હૃદયના ભાવોને હૃદયમાં જગાડ, તારી સમજ મુજમાં જગાડ
છું તારો ને તારો અંશ, નથી કાંઈ જુદો હું તો તુજથી રે
મારા હૃદયને તારા હૃદય જેવું બનાવ, પ્રભુ તારી સમજ મુજમાં જગાડ
વિશાળતા ને વ્યાપકતાથી જીવનને, તું મારા સજાવ, પ્રભુ તારી ...
સઘળા ભેદને હૈયામાંથી, સદા-સર્વદા માટે તું મિટાવ, પ્રભુ તારી ...
તારી ઇચ્છાને મારી ઇચ્છા બનાવ, પ્રભુ તારી સમજ મુજમાં જગાડ
તારા કાર્યને તું મારું કાર્ય બનાવ, પ્રભુ તારી સમજ મુજમાં જગાડ
હે કૃપાળુ દેવા મારા, સમાવી લે તારામાં, મને તું તારા જેવો બનાવ ...
પ્રભુ તારી સમજ મુજમાં જગાડ, પ્રભુ તારી સમજ મુજમાં જગાડ