View Hymn (Bhajan)
Hymn No. 1653 | Date: 02-Aug-19961996-08-021996-08-02મંઝિલ મારી મારાથી દૂર નથી, છું હું મંઝિલથી દૂર, પણ મંઝિલ મારી મારાથી દૂર નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=manjila-mari-marathi-dura-nathi-chhum-hum-manjilathi-dura-pana-manjilaમંઝિલ મારી મારાથી દૂર નથી, છું હું મંઝિલથી દૂર, પણ મંઝિલ મારી મારાથી દૂર નથી
છે એ તો મારી પાસે ને પાસે, સાથે ને સાથે, એ મારાથી કાંઈ જુદી નથી,મંઝિલ મારી …
પહેચાની નથી શક્યો હું એને, મારી મંઝિલ કાંઈ મારાથી અજાણ નથી, મંઝિલ ….
પામી નથી શક્યો હું મારી મંઝિલને, એમાં મારી મંઝિલનો કોઈ દોષ નથી, મંઝિલ …
છે દોષ એમાં મારો, જાઉં છું દૂર ને દૂર હું એનાથી, એની પાસે હું કદી જોતો નથી,મંઝિલ …
છું હું દૂર મારી મંઝિલથી, તોય કહેતો આવ્યો છું ઊલટું, સાચું કદી મેં કહ્યું નથી
જાણી છે મેં જ્યાં મારી મંઝિલને, પામવી છે હવે એને, એના માટે પૂરી કોઈ તૈયારી નથી
સમજ બહાર નથી કાંઈ તોય, સમજવા જતાં સમજમાં બધું આવતું નથી, મંઝિલ….
છે એટલી નજદીકી એની ને મારી તોય દૂરીનો અહેસાસ હજી મળ્યો નથી
છે એ તો સતત મારી સાથે ને સાથે, તોય એકરૂપતા હજી હું એમાં પામ્યો નથી
મંઝિલ મારી મારાથી દૂર નથી, છું હું મંઝિલથી દૂર, પણ મંઝિલ મારી મારાથી દૂર નથી