View Hymn (Bhajan)
Hymn No. 4653 | Date: 13-Oct-20172017-10-132017-10-13મનુષ્ય મનુષ્ય સાથેના વ્યવહારમાં, કુદરતને કોસતો આવ્યો છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=manushya-manushya-sathena-vyavaharamam-kudaratane-kosato-avyo-chheમનુષ્ય મનુષ્ય સાથેના વ્યવહારમાં, કુદરતને કોસતો આવ્યો છે
વિચારીને વિચાર કરશું તો, આવું ને આવું એ કરતો આવ્યો છે
કોઈ ગુના નથી એ કુદરતના, તોય ગુનેગાર એને કહેવડાવતો આવ્યો છે
બાંધ્યો નથી સબંધ સંગ એની તોય, દોષનો ટોપલો એના પર ઢોળતો આવ્યો છે
ચાહ્યું જે એ ના મળતં કુદરતને, એ કોસતો ને કોસતો આવ્યો છે
આવ્યો સમય જ્યારે કર્મ ભોગાવવાનો, ત્યારે અવાજ આવો બુલંદ કરતો રહ્યો છે
આજકાલની આ વાત નથી, યુગોથી આવું કરતો રહ્યો છે આ માનવી ભૂલીને પ્યાર, મહોબત-ફરિયાદોના બાંધ બાંધતો આવ્યો છે
સમજ હોવા છતં, આચરવું એને ચૂકતો રહ્યો છે આ માનવી
ના હોવા છતં કસૂરવાર, કુદરતને ગણતો રહ્યો છે
મનુષ્ય મનુષ્ય સાથેના વ્યવહારમાં, કુદરતને કોસતો આવ્યો છે