View Hymn (Bhajan)
Hymn No. 4654 | Date: 13-Oct-20172017-10-132017-10-13દીવાનો દિલનો એ તો દરબાર છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=divano-dilano-e-to-darabara-chheદીવાનો દિલનો એ તો દરબાર છે
એ પ્યાર છે, એ પ્યાર છે, એ પ્યાર છે
અંતરના નિજાનંદનો, એ વાસ છે, એ પ્યાર છે...
શબ્દોથી દૂર એનો સહેવાસ છે, એ તો પ્યાર છે
દિલની અનુભૂતિનો તો એ મઝારે મુકામ છે, એ પ્યાર છે
ચહેરાની ઝંખીમાં એનો ચકળાટ છે, એ તો પ્યાર છે
સૌમ્યતા ને શાંતિનો એ અહેસાસ છે, એ તો પ્યાર છે
ઇબાદતનો તો એ આધાર છે, એ પ્યાર છે, એ પ્યાર છે
દિલે દિલબરના દિલનો એ તો અદભુત અહેસાસ છે, એ પ્યાર છે
ઇનાયતે ખુદાનો એ દરબાર છે, એ પ્યાર છે, એ પ્યાર છે
પામ્યા જ્યાં પ્યાર એનો, ત્યાં સફરને વિરામ છે, એ પ્યાર છે
દીવાનો દિલનો એ તો દરબાર છે