View Hymn (Bhajan)
Hymn No. 4677 | Date: 20-Feb-20182018-02-202018-02-20મારા અંતરની અવસ્થાથી, તું અજાણ નથી, તું અજાણ નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mara-antarani-avasthathi-tum-ajana-nathi-tum-ajana-nathiમારા અંતરની અવસ્થાથી, તું અજાણ નથી, તું અજાણ નથી
કરું છું તોય બયાં અવસ્થા મારી, તને એ ગમવાનું નથી
ચાહું છું બહાર આવવા, બહાર આવી શકતો નથી
માગું છું સતત સાથ તારો એમાં, બીજું કાંઈ જોઈતું નથી
પળ બદલ્યા પહેલાં બદલે વિચાર ને બદલે ભાવો મારા
આ છે પ્રદર્શનમાં અસ્થિર મનના, આવી અસ્થિરતા જોઈતી નથી
સતત રહે તુજમાં ને તુજમાં ચાહું સ્થિરતા, હવે ઉપાડા જોઈતા નથી
કદમ કદમ પર જાગે અસમંજસ જીવનમાં, હવે એ જોઈતી નથી
મંઝિલે મુકામ પર પહોંચે કદમ મારાં, હવે વધારે ભટકવું નથી
ચાહું પળ પળ સાથ તારો, એના વિના મારો ઉદ્ધાર નથી
મારા અંતરની અવસ્થાથી, તું અજાણ નથી, તું અજાણ નથી