View Hymn (Bhajan)
Hymn No. 1859 | Date: 03-Nov-19961996-11-031996-11-03મારી સંગ પ્રભુ તારો પ્યાર છે, ત્યાં હારવાનો ક્યાં સવાલ છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mari-sanga-prabhu-taro-pyara-chhe-tyam-haravano-kyam-savala-chheમારી સંગ પ્રભુ તારો પ્યાર છે, ત્યાં હારવાનો ક્યાં સવાલ છે
જીત છે જ્યાં પાસે ને સાથે મારી, ત્યાં હારને ના સ્થાન છે
ના અન્ય કોઈ ખ્યાલ છે તારા પ્યારમાં, જ્યાં મને પૂરો એતબાર છે
છે જીત તો નિશ્ચિત મારી એમાં, ના કોઈ શંકાને સ્થાન છે
મારા મન ને મારા દિલ પર પ્રભુ, જ્યાં તારા પ્યારની છાવ છે
ત્યાં ધૂપ-તડકાથી દાઝવાનો પ્રભુ, મને ક્યાં સવાલ છે
તારા અંતરના આશિષ પ્રભુ જ્યાં મારી સાથ છે, ત્યાં મારી સલામતી સલામત છે
છે જિંદગી મારી તો પ્રભુ તારી અમાનત, તો લૂંટાવાનો મને ક્યાં ડર છે
છે માલિક તું જ્યાં મારો પ્રભુ, ત્યાં દુઃખદર્દની ના મને ફિકર છે
પામીશ હું તો મારી મંઝિલ જરૂર, જ્યાં પ્રભુ મારી સંગ તારો પ્યાર છે
મારી સંગ પ્રભુ તારો પ્યાર છે, ત્યાં હારવાનો ક્યાં સવાલ છે