View Hymn (Bhajan)
Hymn No. 1862 | Date: 06-Nov-19961996-11-061996-11-06સમજ્યાં જેણે પ્રભુ તારા ઇશારા જીવનમાં એ તો બધું સમજી ગયાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samajyam-jene-prabhu-tara-ishara-jivanamam-e-to-badhum-samaji-gayaસમજ્યાં જેણે પ્રભુ તારા ઇશારા જીવનમાં એ તો બધું સમજી ગયા
સાચી સમજદારીને જીવનમાં એ તો પ્રભુ પચાવી શક્યા સમજ્યાં જેણે
તારા ઇશારાને સમજનાર પ્રભુ, તારા અંતરમાં વસી રે ગયા
જીવન એમના રે પ્રભુ ત્યાં તો, પૂર્ણપણે સફળતાને વર્યા
તારા ઇશારા પ્રમાણે પ્રભુ જે પોતાનું વર્તન, આચરણમાં મૂકતા રે ગયા
કદમ કદમ પર એ તો મંઝિલની નજદીક આવતા ગયા
તારા ઇશારાને સમજનાર, જીવનના સાચા અર્થને સમજતા ગયા
સફળતાને પામ્યા એ જીવનમાં, ચિંતાથી મુક્ત એ થાતા ગયા
ભક્તિમય ને નિર્મળ હૈયા સિવાય પ્રભુ, તારા ઇશારા ના કોઈ સમજી શક્યા
સમજ્યા જેણે તારા ઇશારાને પ્રભુ, જીવનધ્યેયને એ સમજી શક્યા
સમજ્યાં જેણે પ્રભુ તારા ઇશારા જીવનમાં એ તો બધું સમજી ગયા