View Hymn (Bhajan)
Hymn No. 352 | Date: 10-Sep-19931993-09-101993-09-10મૂંઝાઈ ગઈ મૂંઝઈ ગઈ, પ્રભુ તારી રે માયામાં હું તો મૂંઝાઈ ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=munjai-gai-munjai-gai-prabhu-tari-re-mayamam-hum-to-munjai-gaiમૂંઝાઈ ગઈ મૂંઝઈ ગઈ, પ્રભુ તારી રે માયામાં હું તો મૂંઝાઈ ગઈ,
મૂંઝાઈ એવી કે ના એમાંથી બહાર આવી શકી, પ્રભુ તારી રે માયામાં હું તો મૂંઝાઈ ગઈ
થઈ શરૂઆત ક્યાંથી ખબર એ ના પડી, એનો અંત છે રે ક્યાં જાણ એની ના થઈ
ઊડે છે જ્યાં ધૂળ ને ધૂળ, એવા અફાટ રણમાં હું અટવાઈ ગઈ
તરસી એક પાણીની બુંદ માટે, પણ મૃગજળ વિના બીજું કાંઈ ના રે મળ્યું, તરસી હું તોં, ત્યાં રડી
મઝધારે ફસાઈ હું એવી, સામો કિનારો ના દેખાય, મારી ડોલતી નૈયા ડોલતી ને ડોલતી રડી
ઘેરાયેલા આકાશમાં પ્રભુ સૂર્યના કિરણ ના દેખાય, છવાયો છે અંધકાર હું તો ભટકી ગઈ
આવી ગઈ, આવી ગઈ, આવી ક્યાંથી ખબર ના પડી, હળવું હૈયું મારું ભારે બનાવતી એ તો ગઈ
થઈ ગઈ શું એવી મારી રે કોઈ ભૂલ, કે હું મૂંઝવણમાં મુકાઈ ગઈ
મારી ને મારી ઉપાધિઓથી રે પ્રભુ હું તો મૂંઝાઈ ગઈ
મૂંઝાઈ ગઈ મૂંઝઈ ગઈ, પ્રભુ તારી રે માયામાં હું તો મૂંઝાઈ ગઈ