View Hymn (Bhajan)
Hymn No. 351 | Date: 09-Sep-19931993-09-091993-09-09તારા મોટા રે જગતમાં નાનો જીવડો, ભટકતો ને ભટકતો રહી ગયોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-mota-re-jagatamam-nano-jivado-bhatakato-ne-bhatakato-rahi-gayoતારા મોટા રે જગતમાં નાનો જીવડો, ભટકતો ને ભટકતો રહી ગયો
આવ્યો તારી પાસે મળી ના શાંતિ એને, તારા રે ચરણમાં એ તો રખડતો ને રઝળતો રહી ગયો
યાત્રી બનવા મુક્તિપંથનો, આવ્યો એ તો તારી રે પાસે
સહી ના શક્યો પંથમાં કાંટા ને કાંકરાનો માર, એ તો ભટકતો ને ભટકતો રહી ગયો
વસાવી સંસાર એ તો રહેવા ગયો, સહી ના શક્યો સંસારનો ભાર રે
સુખ ને દુઃખના ખાઈ માર એ તો, ભટકતો ને ભટકતો રહ્યો
કરી પોકાર એણે તો તને, અંતરથી ના પોકારી શક્યો
ઇચ્છાઓનો ખાઈ માર, એ તો ભટકતો ને ભટકતો રહ્યો
ચોરાઈ ગયું એનું રે બધું, ખબર એની એને ના પડી
ગોતતા ગોતતા એ તો પોતાને, પાછો તારી પાસે આવી ગયો
તારા મોટા રે જગતમાં નાનો જીવડો, ભટકતો ને ભટકતો રહી ગયો