View Hymn (Bhajan)
Hymn No. 1298 | Date: 01-Jul-19951995-07-011995-07-01ના હું તારા પર છોડી શકું, ના હું ખૂદ કાંઈ કરી શકુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-hum-tara-para-chhodi-shakum-na-hum-khuda-kami-kari-shakumના હું તારા પર છોડી શકું, ના હું ખૂદ કાંઈ કરી શકું
છે હાલત મારી રે એવી, જેમાં ના આગળ કે પાછળ હટી શકું
જાણવા છતાં, સમજવા છતાં, યોગ્ય આચરણ હું ના કરી શકું, છે હાલત મારી …
ગણ એને કમજોરી મારી કે, ગણ એને તું મજબૂરી, છે હાલત મારી ….
લઈ નથી શક્તો નિર્ણય હું એમાં, કરું શું હું રે જીવનમાં, છે હાલત મારી ….
સ્વભાવે જ નોતરી આ આફતને, મારે દ્વારે છે, છે હાલત મારી …
કરું હું શું મારા વિશ્વાસની વાત, જેમાં મનનો ના સાથ છે, છે હાલત મારી …
એક તરફ અહંકાર તો બીજી તરફ, વિચારોએ કર્યો મને પરેશાન, છે હાલત
સમજાય છે કાંઈ તોય નથી સમજાતું, ખબર પડે છે તોય નથી પડી બહું
નથી કોઈ તમન્ના થઈ કેમ થઈ આવી હાલત મારી એ જાણવાની
નીકળવું છે બહાર એ હાલતમાંથી પ્રભુ, જોઇએ મને તારો સાથ રે
સુધારવી મારે મારી હાલત છે, પ્રભુ જોઇએ મને તારો સાથ રે
ના હું તારા પર છોડી શકું, ના હું ખૂદ કાંઈ કરી શકું