View Hymn (Bhajan)
Hymn No. 1297 | Date: 01-Jul-19951995-07-011995-07-01ભૂલીજા, ભૂલીજા, ભૂલીજા થયું જે જીવનમાં, એ બધું તું ભૂલી જાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhulija-bhulija-bhulija-thayum-je-jivanamam-e-badhum-tum-bhuli-jaભૂલીજા, ભૂલીજા, ભૂલીજા થયું જે જીવનમાં, એ બધું તું ભૂલી જા
કરવા નવું કાંઇક જીવનમાં, હવે તું તો તૈયાર થા, તૈયાર થા, તૈયાર થા,
હર પળે ને હર ક્ષણે જીવંત જીવન જીવતા, તું શીખી જા, શીખી જા, શીખી જા
રાખીને બધું યાદ, કરીને બધું યાદ, ના તું ખોટો દુઃખી થા
ભલાઈ છે તારી બધું ભૂલવામાં ભલો તું તો બની જા, ભૂલી જા
થવાનું છે ને થઈ રહ્યું છે, ઘણું અણગમતું જીવનમાં, ગમાઅણગમા તું ત્યજતો જા
નિરાશાને ભૂલીને જીવનમાં, આશાથી તું આગળ વધતો ને વધતો જા
ભૂલી વેરીને હર એકને, પ્રેમ ને સ્નેહ તું આપતો જા, આપતો જા
ચાહતો હોય જો શાંતિભર્યું જીવન તું, જીવનમાં બધું ભૂલતા તું શીખી જા
કરવું જ હોય યાદ તને તો પ્રભુને યાદ કરતો ને કરતો જા, બાકી બધું તું ભૂલી જા
ભૂલીજા, ભૂલીજા, ભૂલીજા થયું જે જીવનમાં, એ બધું તું ભૂલી જા