View Hymn (Bhajan)
Hymn No. 1551 | Date: 15-Jun-19961996-06-151996-06-15ના રહ્યા ચિંતાથી દૂર અમે, ના ચિંતા અમારાથી દૂર રહીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-rahya-chintathi-dura-ame-na-chinta-amarathi-dura-rahiના રહ્યા ચિંતાથી દૂર અમે, ના ચિંતા અમારાથી દૂર રહી
ઓળખ બની ગઈ એ તો અમારી, અમારામાં એ એવી રે વસી ગઈ
પળ બે પળની મળી રાહત અમને, કોશિશ અમારી બધી રે સફળ ના થઈ
થયા તનથી પ્રાણ રે જુદા, પણ ચિંતા અમારાથી જુદી ના થઈ
વિશ્વાસને અમારા એ તો સદા ડગમગાવતી ને હલાવતી રહી
મીઠી ઊંઘની અમારી એ તો દુશ્મન બની રે ગઈ, ઊંઘ અમારી ચોરી ગઈ
ચેનથી ને કરારથી જીવનમાં અમને, જીવનભર અજાણી રાખી રે ગઈ
આબાદી તરફ ઊઠેલા કદમને, બરબાદી તરફ એ વાળતી રે ગઈ
જીવતા-જાગતા જીવનની ચિંતા, એ તો સળગાવતી રે રહી
ના આવી શક્યા અમે પ્રભુ પાસે તમારી, તમારાથી દૂર કરતી રે રહી
ના રહ્યા ચિંતાથી દૂર અમે, ના ચિંતા અમારાથી દૂર રહી