View Hymn (Bhajan)
Hymn No. 4733 | Date: 22-May-20182018-05-222018-05-22ના થાક્યો, ના થાક્યો, એ તો ના થાક્યોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-thakyo-na-thakyo-e-to-na-thakyoના થાક્યો, ના થાક્યો, એ તો ના થાક્યો
હરવા ધરતીની ખારાશ, સાગર એને ભેટતો રહ્યો
વહાલ એનું એના પર છલકાવતો રહ્યો, એને વધાવતો રહ્યો
નવી નવી ઊર્મિએ આલિંગન એનું, એ તો કરતો રહ્યો
પ્યાર આ તો કેવો, નીરખે મનુષ્ય એને, તોય ના સમજી શક્યો
ના થાક્યો, ના હાર્યો, કાર્ય એનું પ્રેમથી એ કરતો રહ્યો
ના ચાહ્યું બદલામાં કાંઈ, એની મસ્તીમાં એ મસ્ત રહ્યો
અમૂલ્ય રત્નોની ભેટ, એ તો ધરતીને આપતો રહ્યો
પ્રભુ તારા પ્યારના દીદાર, સદા એ તો કરાવતું રહ્યો
ભૂલીને બધું એ તો સદા, પ્યાર ને પ્યાર કરતો રહ્યો
ના થાક્યો, ના થાક્યો, એ તો ના થાક્યો