View Hymn (Bhajan)
Hymn No. 4734 | Date: 22-May-20182018-05-222018-05-22રાખો છો હરપળ ને હરક્ષણ, તમે મારી સંભાળSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=rakho-chho-harapala-ne-harakshana-tame-mari-sambhalaરાખો છો હરપળ ને હરક્ષણ, તમે મારી સંભાળ
વાલા મારે કરવો નથી, બીજો કોઈ વિચાર
સતાવે ભલે રે મને ઘણા, જીવનના તો વ્યવહાર
સમજમાં તો ના કાંઈ આવે, ઘટે બધું સમજની પાર
પળ પળ કરતા સદા, તમે તો મને રે પ્યાર
રહુ સદા ને રાખજો સદા તમારામાં, ના જોઈએ બીજું કાંઈ
વિશ્વાસના શ્વાસ આપજો પહલા, જીવનમાં સદાય
ફરિયાદ નથી કોઈ બીજી મારે, નથી કોઈ રંજોગમ
ઉત્તરોત્તર ઉત્તમ બનાવી રહ્યા છો, તમે મને રે સદાય
તમારામાં ને તમારામાં રાખજો સદા, મન ચિત્ત ને ધ્યાન, રાખો છો ...
રાખો છો હરપળ ને હરક્ષણ, તમે મારી સંભાળ