View Hymn (Bhajan)
Hymn No. 121 | Date: 22-Sep-19921992-09-221992-09-22નાદાનિયત અને ના સમજીમાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nadaniyata-ane-na-samajimamનાદાનિયત અને ના સમજીમાં,
વિતાવું છું મારી જીવનની અનમોલ ક્ષણોને,
અધીરી બનીને ગુમાવું છું ફળની મીઠાશને,
જ્ઞાનનો પ્રકાશ પાથરવાને બદલે,
અજ્ઞાનતાની પાળો બાંધતી જાઉં છું,
જીવનની આ અંધારી ગલીઓમાં નહીં ફરી શકું હું,
નાસમજીથી બસ સમજી શકુ હું મારા પ્રભુને,
છે એટલી સમજશક્તિની જરૂર મને,
બાકી ભલે રહું હું નાદાન કે ના સમજ,
પણ નહીં રહી શકું હું મારા પ્રભુ તારા વગર
નાદાનિયત અને ના સમજીમાં