View Hymn (Bhajan)
Hymn No. 120 | Date: 22-Sep-19921992-09-221992-09-22નથી ખબર જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-khabara-jyam-jivana-ane-nrityu-vachcheno-bhedaનથી ખબર જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ,
ત્યાં શું ખબર પડવાની જીવન જીવવાની,
મેળવ્યું શું અને ગુમાવ્યું શું એની તો જાણ સુધ્ધાં નહીં થાય,
જ્યાં જીવન આંખુ જ ગુમાવ્યું હોય,
ત્યાં વિનય અને વિવેકની વ્યાખ્યા કોણ જાણે છે,
પ્રભુ આવી જ સ્થિતિ મારી રે,
બધાને છેતરતો પોતે ક્યારે છેતરાઈ ગયો,
અને જાણ સુધ્ધાં મને નહીં થઈ રે,
હારી ગયો જ્યાં આખી બાજી પ્રભુ જીવનની,
તોય દાવ લગાડવાના તો ચાલુજ રાખ્યા
નથી ખબર જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ