View Hymn (Bhajan)
Hymn No. 1967 | Date: 30-Jan-19971997-01-301997-01-30નજર નથી મારી પાસે પ્રભુ, તારી પાસે નજર એવી હું માગું છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=najara-nathi-mari-pase-prabhu-tari-pase-najara-evi-hum-magum-chhumનજર નથી મારી પાસે પ્રભુ, તારી પાસે નજર એવી હું માગું છું
જોઈ શકું તારી અદાઓને, માણી શકું તારી લીલાને, એવું જિગર પ્રભુ હું માગું છું
તારી અદાઓ ને તારા અંદાજને નીરખતાં, ના કદી હું થાકું છું
હરપળ બદલાતા તારા સ્વરૂપને પ્રભુ, જોતાં હું ના ધરાઉં છું
તારી આ મસ્તીભરી મયાજાળમાં, હું સદા મુંઝાઉં છું
ના મૂંઝાઉં કદી હું જીવનમાં, એવી સમજશક્તિ પ્રભુ હું માગું છું
પામી શકું તારો પ્યાર પ્રભુ, એવું દિલ હું મારું માગું છું
તોડીને સઘળાં ભ્રમને મારા, અલખમાં રહેવા માગું છું
હટાવી સઘળાં સિંહાસન, મારા દિલ પર પ્રભુ તારું રાજ ચાહું છું
પામી શકું પ્રભુ હું તને, પુરુષાર્થ એવો હું તારી પાસે માગું છું
નજર નથી મારી પાસે પ્રભુ, તારી પાસે નજર એવી હું માગું છું