View Hymn (Bhajan)
Hymn No. 1964 | Date: 26-Jan-19971997-01-261997-01-26ના ખોલશો અમારા દિલને કે, એમાં દર્દ વિના ના કાંઈ ઓર છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-kholasho-amara-dilane-ke-emam-darda-vina-na-kami-ora-chheના ખોલશો અમારા દિલને કે એમાં દર્દ વિના ના કાંઈ ઓર છે
જે કોઈ આવે છે પાસે અમારી એ અમને નવા જખમ આપી જાય છે
નથી રિવાજ ભેટ સૌગાતનો તોય અમારા પર મોટી મહેરબાની કરી જાય છે
સમજીને પોતાના કે પરાયા નવા જખમ એ આપીને જાય છે
સહીએ છીએ હસતા મુશ્કુરાતા એ દર્દને અમે એ વાત તો કાંઈ ઓર છે
બાકી કમી નથી અમને જખમોની કે અમારી પાસે આખરે તો બસ એજ છે
કોઈ શું જાણે કોઈ શું સમજે અમારી દિલની વાતનો ના કોઈને અંદાજ છે
અમારા દિલની ધરતી પર અમે દફનાવ્યા અમારા સેંકડો રાઝ છે
નહીં મળે તમને કાંઈ જાણવા બસ બચી હવે એમાં થોડી રાખ છે
અપનાવવી હોય તો અપનાવજો એને બસ એજ અમારી સૌગાત છે
ના ખોલશો અમારા દિલને કે, એમાં દર્દ વિના ના કાંઈ ઓર છે