View Hymn (Bhajan)
Hymn No. 4855 | Date: 29-Oct-20192019-10-292019-10-29નમું તને, પ્રણમું તને, મા વંદન વારંવાર કરું તનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=namum-tane-pranamum-tane-ma-vandana-varamvara-karum-taneનમું તને, પ્રણમું તને, મા વંદન વારંવાર કરું તને
અણુએ અણુમાં તું વ્યાપી, જોવા હવે હું ચાહું તને
કરવા છે સાક્ષાત્કાર તારા, પ્રાર્થના એની કરું તને
અણુએ અણુમાં તુજને અનુભવું, વાત આ કરું તને
અંતરશુદ્ધિ, દૃષ્ટિશુદ્ધિ, ચિત્તશુદ્ધિ કરવા કહું તને
હે આનંદેશ્વરી, હે પ્રાણેશ્વરી, હૃદયને પ્રેમ ને કરુણાથી ભરવા કહું તને
મા તારી સમજ જગાડ મુજમાં, એ પ્રાર્થના કરું તને
હે દિવ્ય માતા, હે આનંદેશ્વરી, તારા આનંદમાં રહું હવે
નમું તને, પ્રણમું તને, મા વંદન વારંવાર કરું તને