View Hymn (Bhajan)
Hymn No. 1896 | Date: 02-Dec-19961996-12-021996-12-02નથી અગર ભાગ્યમાં આપણું મિલન પ્રભુ, તો એ ભાગ્ય મારું મને મંજૂર નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-agara-bhagyamam-apanum-milana-prabhu-to-e-bhagya-marum-mane-manjuraનથી અગર ભાગ્યમાં આપણું મિલન પ્રભુ, તો એ ભાગ્ય મારું મને મંજૂર નથી
બદલવું છે એવા ભાગ્યને, મારે બદલ્યા વિના રહેવું નથી
પ્રભુ તારી કૃપા ને તારા સાથ વિના, અન્ય કોઈની મને જરૂર નથી
તારા મિલનની ચાહતને ચાહવી છે, અન્ય ચાહતને મિટાવ્યા વિના રહેવું નથી
મારી મંઝિલ છે પ્રભુ તું ને તું, તને પામ્યા વિના મને રહેવું નથી
પૂર્ણ પુરુષાર્થ કરે જે કોઈ, એ સફળતાને પામ્યા વિના રહ્યા નથી
કરવા છે એવા પુરુષાર્થ મને પ્રભુ, તને પામ્યા વિના રહેવું નથી
મિટાવવું છે ખુદને જ્યાં ત્યાં, જખમનો ડર દિલમાં રાખવો નથી
બતાવીશ તું રાહ પ્રભુ મને, એ રાહ પર હું અટકવાનો નથી
બદલીશ ભાગ્યને બદલીશ જીવનને, કરવું પડશે તે કરીશ પ્રભુ તારા વિના રહેવું નથી
નથી અગર ભાગ્યમાં આપણું મિલન પ્રભુ, તો એ ભાગ્ય મારું મને મંજૂર નથી