View Hymn (Bhajan)
Hymn No. 1270 | Date: 25-May-19951995-05-251995-05-25નથી જાણકાર હું કોઈ મોટો, એ કહેવાથી જીવનમાં નથી બની જવાનો તું મોટોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-janakara-hum-koi-moto-e-kahevathi-jivanamam-nathi-bani-javano-tumનથી જાણકાર હું કોઈ મોટો, એ કહેવાથી જીવનમાં નથી બની જવાનો તું મોટો
નહીં હોય જીવનમાં ભલે રે તું ખોટો, એ કહેવાથી નહીં બની જાય જીવનમાં તું મોટો
ખોટી ભ્રમણામાં ભૂલીને લાલચમાં તણાઈને, ના કરજે તું કોઈ એવો ગોટાળો
કરીશ જો ખોટી ગડબડ ઊભી જીવનમાં, તો ભારે પડશે તો એ સોદો
બનવું હોય તો જીવનમાં બનજે તું, જાણકાર જીવનમાં તું તો સાચો
શબ્દની આપલેમાં ના તું ફસાતો, બનજે જાણકાર જીવનમાં તું મોટો
ઢાંકવાને બદલે કરજે કોશિશ દૂર કરવાની, તારી બધી રે ખોટી
શું જાણવું છે ને શું સમજવું છે ,રાખજે લક્ષમાં સદા એનો રે ફોટો
જાણીશ જ્યાં એક પ્રભુને તું જીવનમાં, નહીં રહે જીવનમાં તારો કોઈ તોટો
નથી જાણકાર હું કોઈ મોટો, એ કહેવાથી જીવનમાં નથી બની જવાનો તું મોટો