View Hymn (Bhajan)
Hymn No. 1269 | Date: 20-May-19951995-05-201995-05-20પાપપૂણ્યના સરવાળા બાદબાકી તું શીદને કરેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=papapunyana-saravala-badabaki-tum-shidane-kareપાપપૂણ્યના સરવાળા બાદબાકી તું શીદને કરે
કામ છે એ તો કર્તાનું, કામમાં એના વચ્ચે તું શીદને પડે
છોડીને કામ તારું તું, એના કામમાં કેમ દખલઅંદાજ કરે
ભૂલીને કરવાનું કામ, કેમ ન કરવાના કામને તું નોતરી લે
કરવાનું કામ રાખીને બાકી, અંતે કેમ તું રડતો ને રડતો રહે
કરીછે શરૂઆત તે રડવાથી, અંતે પણ કેમ એવો અંજામ આપે
હતું જ્યાં એ હાથમાં તારા, પૂરું એને તું શાને ના રે કરે
જીવનમાં નાદાનિયતનો નથી કોઈ જોટો, હવે ઉમેરો એમાં તું શાને કરે
વગર વિચારે કરતો રહ્યો તું કર્મો, હવે સરવાળા બાદબાકી તું શાને કરે
નથી સરવાળા એના સારા, નથી બાદબાકી સારી, જીવનમાં બનેને તું ત્યજી દે
પાપપૂણ્યના સરવાળા બાદબાકી તું શીદને કરે