View Hymn (Bhajan)
Hymn No. 1555 | Date: 15-Jun-19961996-06-151996-06-15નીકળ્યો છું તારાં દર્શન કરવાં, ત્યાં તારાં દર્શન વિના રહેવાતું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nikalyo-chhum-taram-darshana-karavam-tyam-taram-darshana-vina-rahevatumનીકળ્યો છું તારાં દર્શન કરવાં, ત્યાં તારાં દર્શન વિના રહેવાતું નથી
ધરી છે ધીરજ હૈયે, પણ જોઈએ એટલી ધીરજ ધરાતી નથી
પ્રભુ તુજ કહે કરું તો હું શું કરું કે મને કાંઈ સમજાતું નથી
કરવાં છે દર્શન મને બસ તારાં ને તારાં, એના વિના બીજું કાંઈ સૂઝતું નથી
છે તસવીર તારી નજર સામે, તોય દિલ મારું ધરાતું નથી
જાગી છે હૈયે આ કેવી તલપ કે જે તારા વિના કોઈ જાણી શકતું નથી
કરું છું હું પ્યાર તને કે કરું છું હું હેરાન, એની ખબર મને તો નથી
ખબર છે તો બસ મને એટલી પ્રભુ તારાં દર્શન વિના રહેવાતું નથી
યાદો છે બસ તારી ને તારી, ફરિયાદ બી હવે તો રહી નથી
તારી મીઠી મુસ્કાન જોયા વિના પ્રભુ, શુભ દિવસની શરૂઆત થાતી નથી
નીકળ્યો છું તારાં દર્શન કરવાં, ત્યાં તારાં દર્શન વિના રહેવાતું નથી