View Hymn (Bhajan)
Hymn No. 4743 | Date: 29-Jul-20182018-07-292018-07-29પહોંચાડતાં પહોંચાડતાં તો પહોંચાડી દીધી, તારા હૃદયને ઠેસ પ્રભુSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pahonchadatam-pahonchadatam-to-pahonchadi-didhi-tara-hridayane-thesa-prabhuપહોંચાડતાં પહોંચાડતાં તો પહોંચાડી દીધી, તારા હૃદયને ઠેસ પ્રભુ
પણ એ વાત મને મંજૂર નથી, મારા વહાલા એ વાત ઠીક નથી
તારી અપાર દયા ને કરુણામાં નહાયા પછી કરી આવી વાત
નજર તારી સાથે મળી શકતી નથી, વહાલા એ વાત ઠીક નથી
કમી નથી કાંઈ જીવનમાં મારા તેં રહેવા દીધી, આપ્યું છે તેં બધું તો મને
તારું પ્રેમનીતરતું મન મારું નથી, જીવન એવું મને ગમતું નથી
વાદવિવાદમાં બહેકીને, મનફાવે તેમ કરવા વર્તે સંગ તારી
પ્રભુ મારા આ તો સહેવા જેવી વાત નથી, આ વાત તો ઠીક નથી
સતત ને સતત તું કરે છે કાર્ય જગતમાં, ક્ષણએકનો વિલંબ તું કરતો નથી
કહેવું તને તું કાંઈ કરતો નથી, કઠોરતા હૈયાની આવી ગમતી નથી
પહોંચાડતાં પહોંચાડતાં તો પહોંચાડી દીધી, તારા હૃદયને ઠેસ પ્રભુ