પ્રભુ મારો કોમળ છે, પ્રભુ મારો પ્યારો છે, પ્રભુ મારો પ્રેમાળ છે
વિચારોથી પણ ના દુભાવું તને મારા વાલા, એ જ મારી સાધના છે
શબ્દોના વારથી કરું ના તને ઘાયલ, એ જ ઇચ્છા મારી છે
તારી કોમળતા ને કઠોરતાથી ના વીંધું, એ પ્રાર્થના મારી છે
તારા પ્રેમને સમજી શકું, તારી પ્રીતમાં રંગાઈ જાઉં, એ જીત મારી છે
દર્દ તને પણ થાય છે, ના આપું દર્દ તને કોઈ, એ તમન્ના મારી છે
તને પ્યારથી પ્યાર કરું, ને તારા પ્યારમાં રહું, એ જ ઇચ્છા મારી છે
કરુણતા ને કોમળતાના સાગર, સમાઈ જાઉં તારામાં, એ જ ધ્યેય મારું છે
આપ-લેની વાત ના કરું સંગ તારી, એ જ પ્રાર્થના મારી છે
તને સમજુ તારી સમજથી, ખસ, તારી સમજની જ જરૂરત છે
- સંત શ્રી અલ્પા મા
prabhu mārō kōmala chē, prabhu mārō pyārō chē, prabhu mārō prēmāla chē
vicārōthī paṇa nā dubhāvuṁ tanē mārā vālā, ē ja mārī sādhanā chē
śabdōnā vārathī karuṁ nā tanē ghāyala, ē ja icchā mārī chē
tārī kōmalatā nē kaṭhōratāthī nā vīṁdhuṁ, ē prārthanā mārī chē
tārā prēmanē samajī śakuṁ, tārī prītamāṁ raṁgāī jāuṁ, ē jīta mārī chē
darda tanē paṇa thāya chē, nā āpuṁ darda tanē kōī, ē tamannā mārī chē
tanē pyārathī pyāra karuṁ, nē tārā pyāramāṁ rahuṁ, ē ja icchā mārī chē
karuṇatā nē kōmalatānā sāgara, samāī jāuṁ tārāmāṁ, ē ja dhyēya māruṁ chē
āpa-lēnī vāta nā karuṁ saṁga tārī, ē ja prārthanā mārī chē
tanē samaju tārī samajathī, khasa, tārī samajanī ja jarūrata chē
Explanation in English
|
|
My Lord is so tender, he is full of love, he is so loving.
Even with thoughts, I should not hurt you Oh My beloved, that is my only sadhana.
With the my spoken words, I should not wound you, that is my only desire.
I should not scar your tenderness with harshness, that is my prayer.
I should be able to understand your love, I want to be immersed in your love, that is my victory.
You also feel pain, I should not give you any kind of pain, that is my wish.
I should love you with love, and I should remain in your love, that is my desire.
Oh My ocean of kindness and tenderness, I should merge in you, that is my goal.
I should not talk about any give and take with you, that is my prayer.
I should understand you with your understanding, I just need your understanding.
|