View Hymn (Bhajan)
Hymn No. 360 | Date: 14-Sep-19931993-09-141993-09-14પામવા પરમ સુખને અમે તો, સામે પાર જવા તો તૈયાર થઈએSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pamava-parama-sukhane-ame-to-same-para-java-to-taiyara-thaieપામવા પરમ સુખને અમે તો, સામે પાર જવા તો તૈયાર થઈએ
જોઈને તુફાનો રે દરિયામાં, અમે હિંમત તો હારી જઈએ
પહોંચીને મઝધારમાં, અમે વિશ્વાસના વહાણમાં પોતાના રે હાથે છેદ પાડતા ને પાડતા જઈએ
ના આવડે તરતા તો, અમે પણ તારા આધારે રહી ના રે શકીએ
બચાવવા જીવને મઝધારે અમે તો કૂદી રે પડીએ, ના તારા વહાણમાં શાંતિથી બેસી રે શકીએ
પહોંચતા સામે પાર એ પહેલા અમે તો ડૂબી રે જઈએ, ના ત્યાં તો કોઈ અમને રે બચાવે
ધરી ધરીને ધીરજ આખિર એમાં, અમે ખૂટી રે જઈએ જીવનમાં રે, ત્યાં તો તૂટી અમે તો જઈએ
લીધા વીણ અશસ્ત્રશસ્ત્ર અમે તો, મેદાને જંગમાં લડવા રે જઈએ
કરીના શકીએ સામનો તો ત્યાં, સ્વીકારી હાર અમે તો પાછા રે ફરીએ
જીવનમાં સૂકી રેતીના રે ઘર, અમે તો બાંધવા રે જઈએ
પામવા પરમ સુખને અમે તો, સામે પાર જવા તો તૈયાર થઈએ