View Hymn (Bhajan)
Hymn No. 4766 | Date: 05-Jan-20192019-01-052019-01-05પરમ તું, બ્રહ્મ તું, પરમ બ્રહ્મ પરમેશ્વર તુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=parama-tum-brahma-tum-parama-brahma-parameshvara-tumપરમ તું, બ્રહ્મ તું, પરમ બ્રહ્મ પરમેશ્વર તું
આકાર તું, નિરાકાર તું, સઘળે છવાયો તું ને તું
જડમાં તું, ચેતનમાં તું, ઘટ ઘટમાં વસ્યો તું ને તું
હે પરમેશ્વર, હે પરમપિતા, સૃષ્ટિનો સર્જનહાર તું
લીલા તારી અભેદ ને અકળ, સઘળે વસ્યો તું ને તું
ક્યારે ગીત બની ઊભરે, ક્યારે સંગીત બની રણઝણે
ગીત-સંગીત ને મીઠા ગાનમાં, વસ્યો છે તું ને તું
હે સૃષ્ટિના રચયિતા, ગાથા તારી મહાન છે, બધે તું ને તું
જીવન-મરણની સુંદર લીલાનો રચનાર છે, તું ને તું
આનંદની ગાથામાં, સદા છવાયો છે તું ને તું
પરમ તું, બ્રહ્મ તું, પરમ બ્રહ્મ પરમેશ્વર તું