View Hymn (Bhajan)
Hymn No. 4765 | Date: 23-Dec-20182018-12-232018-12-23ચેતના તારી જ્યાં મળે છે, વેદના મારી ખતમ થાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chetana-tari-jyam-male-chhe-vedana-mari-khatama-thaya-chheચેતના તારી જ્યાં મળે છે, વેદના મારી ખતમ થાય છે
પ્રેમ તારો જ્યાં મળે છે, ત્યાં રમત મારી શરૂ થાય છે
રમત રમતા રમતા સંગ તારી, તારા જેવો બનાય છે
જીવનના વેરાન બાગમાં, સુંદરતા સર્જિત થાય છે
અનુભવીએ તારી હાજરી, એનો અનુભવ તું આપી જાય છે
થંડો મંદ મંદ પવન બની, સંગે તું આવી જાય છે
તનમનની અગનને અમારી, ઠંડક તું આપી જાય છે
સુગંધ બની તું અમારા, શ્વાસોમાં વસી જાય છે
કંઈક અભેદ અલક્ષ્ય મર્મને તું સમજાવી જાય છે
કૃપા તારી જ્યાં ઊતરે ત્યાં, સાંનિધ્ય તારું પ્રાપ્ત થાય છે
ચેતના તારી જ્યાં મળે છે, વેદના મારી ખતમ થાય છે