View Hymn (Bhajan)
Hymn No. 1932 | Date: 29-Dec-19961996-12-291996-12-29પીધા પ્યારના જામ તારા જ્યાં, ત્યાં મોસમ બદલ્યા વિના રહેતી નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pidha-pyarana-jama-tara-jyam-tyam-mosama-badalya-vina-raheti-nathiપીધા પ્યારના જામ તારા જ્યાં, ત્યાં મોસમ બદલ્યા વિના રહેતી નથી
ખીલી જાય છે ચારે તરફ ફૂલ, પ્યારના કાંટા ક્યાંય એમાં રહેતા નથી
ચઢે છે નશો જેને પ્રભુ તારા પ્યારનો, એનો નશો કદી ઊતરતો નથી
એના લડખડતા કદમને પ્રભુ તું, સહારો આપ્યા વિના રહેતો નથી
મટી જાય છે ભાન ખુદનું, જગનું ભાન ત્યાં એને રહેતું નથી
તારા પ્યારની ગહેરાઈમાં ડૂબે છે જે પ્રભુ, એ પાછો કદી આવતો નથી
મટી જાય છે સઘળાં ભેદ ભરમ એના, સત્યને પામ્યા વિના એ રહેતો નથી
એના હૈયાના શબ્દેશબ્દે આખા જગને, હલાવ્યા વિના રહેતો નથી
વિશ્વાસભર્યા એ અવાજ સામે, કોઈ ઘોંઘાટ ટકી શકતો નથી
મૌસમે બહાર એનાં કદમ, ચૂમ્યા વિના રહેતી નથી પીધા, પ્યાર ….
પીધા પ્યારના જામ તારા જ્યાં, ત્યાં મોસમ બદલ્યા વિના રહેતી નથી