View Hymn (Bhajan)
Hymn No. 1933 | Date: 31-Dec-19961996-12-311996-12-31જિંદગીની આડીઅવળી ગલીઓમાં હું જ્યાં ઊભો છું, ત્યાંનો પતો તમને આપી શકું તેમ નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jindagini-adiavali-galiomam-hum-jyam-ubho-chhum-tyanno-pato-tamane-apiજિંદગીની આડીઅવળી ગલીઓમાં હું જ્યાં ઊભો છું, ત્યાંનો પતો તમને આપી શકું તેમ નથી
જોઈ રહ્યો છું નવા નઝારા હું જે, એને વર્ણવીને વર્ણન તમને આપી શકું તેમ નથી
એમ તો સમજ છે મારામાં, પણ સમજી શકું આ જીવનની ચાલને એવી સમજ નથી
ક્યાં અજાણ છું હું ખુદથી, પણ આપી શકું ખુદની પહેચાન એવી જબાન મારી પાસે નથી
ઘડીકમાં અહીં ને ઘડીકમાં, ત્યાં આખરે છું હું ક્યાં જીવનમાં એની મને જાણ નથી
ફર્યો છું જે ગલીઓમાં વર્ષોનાં વર્ષ તોય, આજ એ ગલીને ઓળખી શકું તેમ નથી
ડૂબતો રહ્યો છું હું તો સદા, તોય હૈયાના અગ્નિને ઠારવામાં સફળ હું થયો નથી
હૈયામાંભર્યા છે ઘણા ભાવો ને અભાવો, મારી પાસે ને મારા હોવા છતાં એમને જોઈ શકું તેમ નથી
દર્દ છે મારા થકી, ચાહું છું દર્દને મિટાવવા, પણ હસ્તી ખુદની મિટાવી શકું તેમ નથી
પ્રભુ આવવું છે પાસે તારી, પણ તોડી બંધન સઘળાં, તારી પાસે આવી શકું તેમ નથી
જિંદગીની આડીઅવળી ગલીઓમાં હું જ્યાં ઊભો છું, ત્યાંનો પતો તમને આપી શકું તેમ નથી