View Hymn (Bhajan)
Hymn No. 27 | Date: 23-Aug-19921992-08-231992-08-23પ્રભુ છે તારી લીલા તો ન્યારીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chhe-tari-lila-to-nyariપ્રભુ છે તારી લીલા તો ન્યારી
ક્યારેક હસાવે છે તું, તો ક્યારેક રડાવે છે
હસતા હસતા ક્યારે અને કઈ ઘડી તું રડાવે
રડાવતા રડાવતા તું તો હસાવે
છે તારી ઇચ્છા, તું છે એનું પ્રમાણ, છતાં પણ
મારી ઇચ્છા પ્રમાણે કેમ હું વર્તવા નીકળી પડું
જાણું જ્યાં તારું સામ્રાજ્ય છે ત્યાં હું
મારો હોદો સ્થાપવા કેમ નીકળું,
છે તું તો દાતા આ જગનો રે
તોય હું યાચક કેમ થઈ ન શકું રે
પ્રભુ છે તારી લીલા તો ન્યારી