View Hymn (Bhajan)
Hymn No. 17 | Date: 21-Aug-19921992-08-211992-08-21પ્રભુ લઈ લેજે વહેલી તકે મારામાં રહેલા અહંનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-lai-leje-vaheli-take-maramam-rahela-ahanneપ્રભુ લઈ લેજે વહેલી તકે મારામાં રહેલા અહંને
ને તોડી નાખજે મારા ઘમંડને,
માગી લેજે મારા કષાયોને,
આપી દઈશ તમને બધા કષાયો મારા,
મુક્ત થઈને મારે તો તમારી પાસે રહેવું છે સાથે ને સાથે,
પછી મુક્તિ મેળવી મુક્ત થવું છે પ્રભુ,
છું હું તમારો, ભલે કેટલો પણ ક્રૂર છું,
પણ પ્રભુ હું તો તમારો જ છું,
સ્વીકારવી પડશે મને તો તમારે પ્રભુ,
તારવી પડશે પ્રભુ તને ને તને
પ્રભુ લઈ લેજે વહેલી તકે મારામાં રહેલા અહંને