View Hymn (Bhajan)
Hymn No. 18 | Date: 22-Aug-19921992-08-221992-08-22સોહામણું રૂપ જોઈ પ્રભુ હું તો હરખાઈ ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sohamanum-rupa-joi-prabhu-hum-to-harakhai-gaiસોહામણું રૂપ જોઈ પ્રભુ હું તો હરખાઈ ગઈ
ધારી ધારી મુખડું હું તો તારું નીરખી રહી
અણિયાળી આંખલડીએ પ્રભુ ઘાયલ હું તો બની ગઈ,
વિરહની વેદનામાં, દીવાની હું તો બની ગઈ
અમી દૃષ્ટિથી તારી, રોમ રોમમાં હું તો પવિત્ર થઈ ગઈ
સોહામણું રૂપ જોઈ પ્રભુ હું તો હરખાઈ ગઈ