View Hymn (Bhajan)
Hymn No. 4666 | Date: 03-Feb-20182018-02-032018-02-03પ્રભુ તું તો જગતનો શ્વાસ છે, હરિ તું તો વિશ્વનો વિશ્વાસ છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tum-to-jagatano-shvasa-chhe-hari-tum-to-vishvano-vishvasa-chheપ્રભુ તું તો જગતનો શ્વાસ છે, હરિ તું તો વિશ્વનો વિશ્વાસ છે
જીવન ના ચાલે શ્વાસ વગર, ને જગત ના ચાલે વિશ્વાસ વગર
આ તો સહુને સમજાય એવી વાત છે, પ્રભુ તું તો જગતનો શ્વાસ છે
વસે છે જગ આખું તારામાં, તું વસે આખા જગતમાં
કોઈ માને ના માને એનાથી, સત્ય ના બદલાય છે, પ્રભુ તું...
હરએકના અંતરમાં વસે છે, તું જગજાહેર આ વાત છે
છતાંય ના દેખાય ના થાય અનુભવ તારો, આ તો જગતની ફરિયાદ છે
સમજ્યું ના સમજાય તારો વાસ ને તારો આવો પ્રવેશ છે
ઘટે જ્યાં અંતરાનાં અંતર, થાય દીદાર, બસ આટલી જ તો આ વાત છે
મૌન થઈને બેસે તું, તોય તારી ચર્ચા પૂરા જગમાં પ્રસિદ્ધ છે, પ્રભુ ...
પ્રભુ તું તો જગતનો શ્વાસ છે, હરિ તું તો વિશ્વનો વિશ્વાસ છે