View Hymn (Bhajan)
Hymn No. 4667 | Date: 03-Feb-20182018-02-032018-02-03નફા-નુકસાનની વાત, બુદ્ધિએ એવી ગ્રહણ કરીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=naphanukasanani-vata-buddhie-evi-grahana-kariનફા-નુકસાનની વાત, બુદ્ધિએ એવી ગ્રહણ કરી
કે જિંદગાની મારી આખી, એમાં તો રઝડી પડી
હર વાતને તોલમોલની, એવી આદત પડી કે
અનમોલ ક્ષણ હાથમાંથી છટકી ગઈ, જિંદગાની મારી રઝડી પડી
મનના નાચે નાચવાની, રીત અમે એવી અપનાવી
ગુમ થઈ ગઈ એમાં સાચી સમજ, કે જિંદગાની મારી રખડી પડી
સ્વાર્થના સંબંધની પકડ ને જકડ, મજબૂત તો ખૂબ બનાવી
સમય આવતાં આવ્યું ના કોઈ પાસે, કે જિંદગાની મારી રઝડી પડી
અન્યને જોવાનાં, અન્યને જાણવામાં, વિતાવી જિંદગાની
ભટકવાની કરી એવી પૂરી તૈયારી, કે જિંદગાની અમારી રઝડી પડી
નફા-નુકસાનની વાત, બુદ્ધિએ એવી ગ્રહણ કરી