View Hymn (Bhajan)

Hymn No. 1122 | Date: 05-Jan-19951995-01-05પૂછતો ને પૂછતો રહ્યો છે, તું નવા ને નવા પ્રશ્નો બધાનેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=puchhato-ne-puchhato-rahyo-chhe-tum-nava-ne-nava-prashno-badhaneપૂછતો ને પૂછતો રહ્યો છે, તું નવા ને નવા પ્રશ્નો બધાને

પૂછતાપૂછતા પ્રશ્ન, તું એક પ્રશ્ન બની ગયો છે રે

કદી કર્યો વિચાર જીવનમાં તે, કેટલા પ્રશ્નોના જવાબ તને મળ્યા

પૂછ્યા જેટલા પ્રશ્નો એના બદલામા, તું કેટલા જવાબ મેળવી શક્યો

થાક્યો તું બધી રીતે તોય, ના થાક્યો તું પ્રશ્ન પૂછવામાં રે

પૂછતો ને પૂછતો રહ્યો તું સદા, પ્રશ્નાર્થ ભરી નજર લઈ ફરતો રહ્યો રે

જવાબોમાંથી પણ સવાલ જ,તું શોધતો રહ્યો રે

આવ્યો અંત જવાબોનો, તોય તારા સવાલોનો અંત ના આવ્યો રે

ક્યારેક સાચી તો ક્યારેક ખોટી જીજ્ઞાસા, તું તારામાં જગાડતો રહ્યો રે

ના કર્યો વિચાર ક્યારેય જવાબ પર, બસ સવાલ ને સવાલ પૂછતો આવ્યો રે

પૂછતો ને પૂછતો રહ્યો છે, તું નવા ને નવા પ્રશ્નો બધાને

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

pūchatō nē pūchatō rahyō chē, tuṁ navā nē navā praśnō badhānē

pūchatāpūchatā praśna, tuṁ ēka praśna banī gayō chē rē

kadī karyō vicāra jīvanamāṁ tē, kēṭalā praśnōnā javāba tanē malyā

pūchyā jēṭalā praśnō ēnā badalāmā, tuṁ kēṭalā javāba mēlavī śakyō

thākyō tuṁ badhī rītē tōya, nā thākyō tuṁ praśna pūchavāmāṁ rē

pūchatō nē pūchatō rahyō tuṁ sadā, praśnārtha bharī najara laī pharatō rahyō rē

javābōmāṁthī paṇa savāla ja,tuṁ śōdhatō rahyō rē

āvyō aṁta javābōnō, tōya tārā savālōnō aṁta nā āvyō rē

kyārēka sācī tō kyārēka khōṭī jījñāsā, tuṁ tārāmāṁ jagāḍatō rahyō rē

nā karyō vicāra kyārēya javāba para, basa savāla nē savāla pūchatō āvyō rē