View Hymn (Bhajan)
Hymn No. 1121 | Date: 02-Jan-19951995-01-021995-01-02ઉત્પાત મચી ગયો, ઉત્પાત મચી ગયો, મારા હૈયામાં ઉત્પાત મચી ગયોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=utpata-machi-gayo-utpata-machi-gayo-mara-haiyamam-utpata-machi-gayoઉત્પાત મચી ગયો, ઉત્પાત મચી ગયો, મારા હૈયામાં ઉત્પાત મચી ગયો
ના હતું બીજું કોઈ મારા ને મારા, ભાવો આ કામ તો કરી ગયા
વહેતા ને વહેતા ભાવો વચ્ચે, જ્યાં આવ્યો અવરોધ
સીમાને પાર એ તો કરી ગયા, ભૂલનો ભોગ મને બનાવી ગયા
ના કરવાનું એ તો મારી પાસે કરાવી ગયા, ઉત્પાત એ તો મચાવી ગયા
વહેવું હતું જે દિશામાં ભૂલીને, એ તો અન્ય દિશામાં વહી ગયા
વહેતા એ મારા ભાવો મને, જ્યાં ત્યાં ઘસડી ગયા, મારા હૈયામાં ……..
નવીનવી જાગતી ઇચ્છાઓનો, સાથ એતો દેતા ગયા
મારી મહેચ્છાથી દૂર, મને કરતા રે ગયા, મારા હૈયામાં ……..
ના ચાલી કોઈ જોર જબરદસ્તી એના પર, એ તો સરેઆમ મને લૂંટતા રે ગયા
ઉત્પાત મચી ગયો, ઉત્પાત મચી ગયો, મારા હૈયામાં ઉત્પાત મચી ગયો