View Hymn (Bhajan)
Hymn No. 2809 | Date: 05-Oct-19981998-10-051998-10-05પ્યાર માંગવો હોય જીવનમાં, પ્યારની ચાહત હોય જીવનમાં જો તનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pyara-mangavo-hoya-jivanamam-pyarani-chahata-hoya-jivanamam-jo-taneપ્યાર માંગવો હોય જીવનમાં, પ્યારની ચાહત હોય જીવનમાં જો તને
તો ઈર્ષાના દ્વાર તું સદાને કાજે બંધ કરી નાખજે
પ્યારમાં રાચવું હોય તને સદા, તો ઈર્ષાનું નામોનિશાન મિટાવજે
નહીં તો જીવનમાં તારી, ઈર્ષા તને જલાવી નાખશે
ખીલશે ના ખીલશે પ્યારનું ફૂલ તારા હૈયામાં, એ પહેલા તેને કાઢી નાખજે
પ્યાર કરતા પહેલા પ્યાર એટલે શું, આ વાત તું પૂર્ણ રીતે સમજી લેજે
આપવાની ને આપવાની છે જેમાં, તૈયારી પૂરી, કરીને આગળ વધજે
કોઈ અન્યના ભાવો જોઈને, જીવનમાં તું ના જલજે
કરજે આદર સહુનો જીવનમાં, ના કોઈની અવગણના તું કરજે
ઈર્ષાની ચિંગારી જો નહીં બુઝાવે, તો તારો પ્યાર વેરમાં તું બદલી નાખશે
પ્યાર માંગવો હોય જીવનમાં, પ્યારની ચાહત હોય જીવનમાં જો તને