View Hymn (Bhajan)
Hymn No. 4880 | Date: 09-Sep-20202020-09-092020-09-09રક્ષાયું કરો 'મા', રક્ષાયું કરો હે માડી, રક્ષાયું કરોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=rakshayum-karo-ma-rakshayum-karo-he-madi-rakshayum-karoરક્ષાયું કરો 'મા', રક્ષાયું કરો હે માડી, રક્ષાયું કરો
તારા આ બાળને ધીરજ ને વિશ્વાસથી ભરો
આંતર શત્રુ ને બાહ્ય શત્રુઓનો, વધ કરો, 'મા' રક્ષાયું કરો
અસ્ત્રશસ્ત્ર લઈ વહારે ચડો, રક્ષાયું કરો, 'મા' રક્ષાયું કરો
કર્યા હશે અગણિત અપરાધ, 'મા' ક્ષમા કરો
ના જુઓ અવગુણ અમારા, અપરાધ અમારા સઘળા માફ કરો
સાચું શરણું તમારું ચાહીએ અમે, તમારું શરણું આપો
તમારામાં સ્થિરતા આપો, ચિત્તના સંતાપ સઘળા કાપો
પ્રભુ તમારા પ્રેમથી તમારા, અંતરમાં શાંતિ સ્થાપો
કાર્ય છે જે તમારાં એ પડે પાર, એવી વિશુદ્ધતા આપો
રક્ષાયું કરો 'મા', રક્ષાયું કરો હે માડી, રક્ષાયું કરો