View Hymn (Bhajan)
Hymn No. 418 | Date: 15-Oct-19931993-10-151993-10-15રસ્તો સાચો પ્રભુ બતાડી દે છે, કદમ એક ઉઠાવતા રસ્તો સાચો પ્રભુ બતાડી દે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=rasto-sacho-prabhu-batadi-de-chhe-kadama-eka-uthavata-rasto-sacho-prabhuરસ્તો સાચો પ્રભુ બતાડી દે છે, કદમ એક ઉઠાવતા રસ્તો સાચો પ્રભુ બતાડી દે છે.
ના ચાલે કોઈ એના બતાડેલા રસ્તા પર, તો થાય દુઃખી ને દુઃખી,
એમાં તો મારા પ્રભુનો શું દોષ? એમાં મારા પ્રભુનો શું દોષ?
દોષી ઠહેરાવે તોય જગ એને, પણ મારા પ્રભુનો શું દોષ? બોલો એમાં એનો શું દોષ?
ભાવ જાગે ખોટા રે હૈયે જ્યારે, કહી દે એની પહેલા કરવા કેમ એને દૂર
ના રહી શકે કોઈ સ્થિર એમાં તો, મારા પ્રભુનો શું દોષ? મારા વાલાનો શું દોષ?
મૂંઝવણ જાગે રે જ્યારે, માર્ગ બતાડી દે એ તો ત્યારે ને ત્યારે
તોય સૌ કોઈ એમાં મૂંઝાય, ના આવે મૂંઝવણમાંથી રે બહાર, એમાં મારા પ્રભુનું શું છે?
સુખી થવાનો સાચો રસ્તો એ તો સૌને બતાડે, ના ચાલે કોઈ એ રસ્તા પર
કરે સૌ પોતાની મનમાની, ના રાખે ભરોસો પ્રભુ પર તો, મારા વાલાનો શું દોષ?
રસ્તો સાચો પ્રભુ બતાડી દે છે, કદમ એક ઉઠાવતા રસ્તો સાચો પ્રભુ બતાડી દે છે