View Hymn (Bhajan)
Hymn No. 1247 | Date: 01-May-19951995-05-011995-05-01સાચે રસ્તે ચાલી શકું, શક્તિ દે પ્રભુ તું એટલી મનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sache-raste-chali-shakum-shakti-de-prabhu-tum-etali-maneસાચે રસ્તે ચાલી શકું, શક્તિ દે પ્રભુ તું એટલી મને
શુભ સંકલ્પ મારા પાર પાડી શકું, શક્તિ દે દાતા એટલી મને
સતકાર્ય હું કરી શકું, શક્તિ દે પ્રભુ એટલી મને
જીવનના પુષ્પને સુગંધથી મહેકાવી શકું, શક્તિ દે દાતા એટલી
ભૂલીને વેરઝેર, પ્રેમને આવકારી શકું પ્રેમથી, શક્તિ દે દાતા મને
જીવનને પ્રેમવત બનાવી શકું, શક્તિ દે પ્રભુ તું એટલી મને
અટલ ને અચલ રહે ઇરાદા મારા સદા, શક્તિ દે પ્રભુ તું એટલી મને
પ્રભુ દિલમાં તને વસવી શકું, કરજે કૃપા તું એટલી
પ્રભુ તારા સ્વરૂપમાં સમાઈ જાઉં, દેજે શક્તિ મને એટલી પ્રભુ
વિશુદ્ધતાભર્યું રહે જીવન મારું સદા, દેજે શક્તિ તું મને એટલી
સાચે રસ્તે ચાલી શકું, શક્તિ દે પ્રભુ તું એટલી મને