View Hymn (Bhajan)
Hymn No. 257 | Date: 27-Jul-19931993-07-271993-07-27સળગે છે અંગારા તો હૈયામાં મારા, સ્વાર્થના અંગારા તો સળગે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=salage-chhe-angara-to-haiyamam-mara-svarthana-angara-to-salage-chheસળગે છે અંગારા તો હૈયામાં મારા, સ્વાર્થના અંગારા તો સળગે છે,
જીવન મારું તો એમાં બળતું જાય છે, મળતું નથી મને કાંઈ એમાંથી તો, અંગારા તો ….
કોઈની ઉદારતા એમાં બળતી જાય છે, કોઈનો પ્રેમ એમાં સળગતો જાય છે …..
સળગતા અંગારથી હું પોતે સળગી જાઉં છું,
તો પણ હૈયામાં મારા એને, સળગાવતી જાઉં છું
વગર ઘૂમે મારું બધું ભસ્મીભૂત તો થઈ જાય છે
અનજાન બની મસ્તીમાં મસ્ત હું તો રહું છું
સળગે છે અંગારા તો હૈયામાં મારા, સ્વાર્થના અંગારા તો સળગે છે