View Hymn (Bhajan)
Hymn No. 1381 | Date: 22-Oct-19951995-10-221995-10-22સમતોલતા જ્યાં ખોવાય છે, ભૂલોના મંડાણ ત્યાં થાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samatolata-jyam-khovaya-chhe-bhulona-mandana-tyam-thaya-chheસમતોલતા જ્યાં ખોવાય છે, ભૂલોના મંડાણ ત્યાં થાય છે
સમતોલપણું હોવા છતાં પણ, જ્યાં ના એ જળવાય છે, જીવન …
ખોતા સમતુલા, સંજોગો પોતાની ગહેરી ચોટ દિલ પર છોડી જાય છે
અંદાજ વગરના અણધાર્યા પરિણામ, નજર સામે આવી જાય છે
નજર જેને જોતા ઝૂકી જાય છે, સમતુલા જ્યાં ખોવાય છે, ભૂલોના મંડાણ….
નાની અમથી વાત પણ, જીવનના પાયાને ત્યાં હલાવી જાય છે
સ્થિરતા પહેલા જ ચકરાવે એ તો ચડાવી જાય છે, સમતોલતા …..
હલાવે છે એ તો એવો કે, સ્થિરતાની વાત પણ ભુલાવી જાય છે
અસ્થિરતા ને સ્થિરતા વચ્ચેના ભેદ, ભુલાવી એ જાય છે
ભુલાય છે સ્થિરતા ને ત્યાં બધું ભુલાઈ જાય છે
પણ આવતા યાદ પ્રભુ તારું નામ, સ્થિરતા આપોઆપ આવી જાય છે
સમતોલતા જ્યાં ખોવાય છે, ભૂલોના મંડાણ ત્યાં થાય છે