View Hymn (Bhajan)
Hymn No. 1382 | Date: 23-Oct-19951995-10-231995-10-23પ્રભુજી પ્યાર આપો તમે મને તમારો, નથી જોઇતો બીજો કોઈ સહારોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhuji-pyara-apo-tame-mane-tamaro-nathi-joito-bijo-koi-saharoપ્રભુજી પ્યાર આપો તમે મને તમારો, નથી જોઇતો બીજો કોઈ સહારો
માંગવું નથી બીજું કાંઈ પાસે તમારી, બસ મને તમારો પ્યાર આપો
દુઃખદર્દથી ભરેલા મારા દિલને, પ્રભુ આરામ આપો
સંબંધ જે છે આપણા, યુગો પુરાણા એ સંબંધમાં પ્રાણ હવે પૂરો
ભટકતા ને રઝળતા આ બાળ પર, પ્યાર ભરી એક નજર તો નાખો
દુર્ગુણો ને દુર્ગુણોથી છું ભરેલો હું, આપી પ્યાર ગુણોને તો જગાવો
છે મંજિલ તો મારી તમારો પ્યાર પામવું, મંજિલ સુધી પહોંચવા શક્તિ તો આપો
કૃપાભરી નજરમાં તમારી, મારા પર પ્યાર તો વરસાવો, પ્રભુ ….
બદલામાં જે કાંઈ જોઈએ તો, એ ભલે મારી પાસેથી લઇલો, પ્રભુ …
એક જીવતા જીવને જીવવા કાજે, એને શ્વાસ આપો પ્રભુજી
પ્રભુજી પ્યાર આપો તમે મને તમારો, નથી જોઇતો બીજો કોઈ સહારો