View Hymn (Bhajan)
Hymn No. 1217 | Date: 04-Apr-19951995-04-041995-04-04સાંભળી તારા મુખેથી, તારા મારા એકત્વની વાત, હૈયું મારુ ઝૂમી રહ્યું છે આજSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sambhali-tara-mukhethi-tara-mara-ekatvani-vata-haiyum-maru-jumi-rahyumસાંભળી તારા મુખેથી, તારા મારા એકત્વની વાત, હૈયું મારુ ઝૂમી રહ્યું છે આજ
ઊછળી રહ્યાં છે આનંદના મોજા એવા રે એમાં, કહી આપે છે એ મારી ખુશી
ખૂશીની પણ સીમા પાર કરી ગયું છે હૈયું, તો મારું આજ
ઝંખતું હતું હૈયું વર્ષોથી, જે મળી ગયું એને તો આજ
હતી જેની તલાશ વર્ષોથી, થઈ ગયા એના દીદારે દર્શન આજ રે
યુગો યુગોના દુઃખ ભુલાઈ ગયા એ ક્ષણમાં આવી એક ક્ષણ એવી
ના સંભવ હતું જે એ પણ સંભવ થઈ ગયું આજ રે
પ્રભુ મારી પ્રાર્થના ફળી ગઈ આજ રે, મળી ગયું બધું એક સાથ
સાંભળી તારા મુખેથી, તારા મારા એકત્વની વાત, હૈયું મારુ ઝૂમી રહ્યું છે આજ