મુશ્કેલ છે, મુશ્કેલ છે, પહેચાનવો તારો પ્રેમ પ્રભુ, ખૂબ મુશ્કેલ છે
કણ કણમાં છે વ્યાપેલો પ્રેમ તોય, તારો પ્રેમ પામવો મુશ્કેલ છે
છે મહામૂલો તારો પ્રેમ પ્રભુ, તારો પ્રેમ પામવો મુશ્ક્લે છે
હર એક પળે રહ્યો છે સંગ તું મારી, તોય ઓળખવો તને મુશ્કેલ છે
છે આ કેવી દર્દ ભરી કહાની, પાસે હોવા છતાં તારો પ્રેમ પામવો, ખૂબ મુશકેલ છે
મળી જાય એકવાર પ્રેમ તારો જેને જીવનમાં જીવન એ ધન્ય ધન્ય છે
ના રહે મુશ્કેલ એના માટે કાંઈ બધું, એના માટે તો આસાન છે
ખીલી જાય સદાબહાર પુષ્પ એના જીવનમાં, જીવન એનું મહેકી જાય છે
પ્રેમ તારો પ્રભુ પહેચાન એની આપતો જાય છે, સુગંધ ચારેકોર ફેલાઈ જાય છે
કમી બધી જીવનની પૂરી થઈ જાય છે, જ્યાં તારા પ્રેમની ચાહત દિલમાં જાગી જાય છે
- સંત શ્રી અલ્પા મા
muśkēla chē, muśkēla chē, pahēcānavō tārō prēma prabhu, khūba muśkēla chē
kaṇa kaṇamāṁ chē vyāpēlō prēma tōya, tārō prēma pāmavō muśkēla chē
chē mahāmūlō tārō prēma prabhu, tārō prēma pāmavō muśklē chē
hara ēka palē rahyō chē saṁga tuṁ mārī, tōya ōlakhavō tanē muśkēla chē
chē ā kēvī darda bharī kahānī, pāsē hōvā chatāṁ tārō prēma pāmavō, khūba muśakēla chē
malī jāya ēkavāra prēma tārō jēnē jīvanamāṁ jīvana ē dhanya dhanya chē
nā rahē muśkēla ēnā māṭē kāṁī badhuṁ, ēnā māṭē tō āsāna chē
khīlī jāya sadābahāra puṣpa ēnā jīvanamāṁ, jīvana ēnuṁ mahēkī jāya chē
prēma tārō prabhu pahēcāna ēnī āpatō jāya chē, sugaṁdha cārēkōra phēlāī jāya chē
kamī badhī jīvananī pūrī thaī jāya chē, jyāṁ tārā prēmanī cāhata dilamāṁ jāgī jāya chē
Explanation in English
|
|
It is difficult, it is difficult; to recognise your love Oh God, it is very difficult.
In every atom of the world, your love is spread out, still to achieve your love is difficult.
Your love is invaluable Oh God, to achieve your love is difficult.
Every moment you have been with me, still to recognise you is very difficult.
This is such a painful story; you are so close yet to achieve your love is very difficult.
The one who gets your love even once in life, that life becomes glorious.
Nothing remains difficult for him, everything becomes easy for him.
The evergreen flower blooms in his life; his life becomes full of fragrance.
Your love gives it the recognition oh God; the fragrance spreads in all the directions.
All the shortcomings in life get fulfilled, when the longing for your love erupts in the heart.
|