View Hymn (Bhajan)
Hymn No. 4691 | Date: 21-Mar-20182018-03-212018-03-21સામ્રાજ્ય તારાની તો બરાબરી ના થાય, તારા સામ્રાજ્યની સરખામણી ના થાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sanrajya-tarani-to-barabari-na-thaya-tara-sanrajyani-sarakhamani-na-thayaસામ્રાજ્ય તારાની તો બરાબરી ના થાય, તારા સામ્રાજ્યની સરખામણી ના થાય
હે મારા આદિયોગી, હે મારા મૌન યોગી, તારી લીલાની કથની ના થાય
સવારે તું સહુને જગાવે, પ્રાણ સહુમાં તું ભરતો ને ભરતો રે જાય
હરએક જીવને તું આપે એકસરખું ભેદ, એમાં તો ના રાખે તું જરાય
મટે જીવની દીનતા ચાહે હરપળ એ તો, તું કરે એના કાજે બધા રે ઉપાય
બને સહુ કોઈ સમવળિયા એ ચાહે, તું ના ચાહે કોઈ કમી રે લગાર
હરીને સઘળા ભાર, હરીને સઘળા સંતાપ, ચાહે હર કોઈ પામે નિજ ધામ
રાજાધિરાજ તું તો એવો, ચાહે મળે સહુને પોતાનું સામ્રાજ્ય સદાબહાર
પામે સહુકોઈ ને આપે બધું, જે છે તારી પાસે ઓ મારા સમ્રાટ
ના મળશે તારા જેવો કોઈ બીજો, તું જ એક છે સમ્રાટનો રે સમ્રાટ
સામ્રાજ્ય તારાની તો બરાબરી ના થાય, તારા સામ્રાજ્યની સરખામણી ના થાય